Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO શાળા સમય દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે

ગિર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો આદેશ આપ્યો છે. હવેથી શાળાના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં.

VIDEO શાળા સમય દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે

હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ગિર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો આદેશ આપ્યો છે. હવેથી શાળાના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં. શિક્ષકોના વર્ગખંડમાં મોબાઈલના બિનજરૂરી ઉપયોગના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. હવેથી શિક્ષકોએ વર્ગખંડમાં જતા અગાઉ આચાર્ય પાસે મોબાઈલ જમા કરાવવાનો રહેશે. 

fallbacks

જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ, મોતની 10 મિનિટ પહેલા શું થયું હતું? જુઓ VIDEO

એક પરિપત્ર બહાર પાડીને શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. અત્રે જણાવવાનું કે ઘણા શિક્ષકો શાળામાં સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રહેતા જોવા મળે છે. જેની અસર બાળકોના અભ્યાસ પર થતી હોય છે. આવા સમયે શિક્ષણ અધિકારીનો આ નિર્ણય સરાહનીય કહી શકાય. 

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળ્યો મોટો પુરાવો, ગૂમ થયેલી બેગ મળી

જો રાજ્યની તમામ શાળાઓમાં આ પ્રકારે નિયમ લાગુ કરાય તો કદાચ શિક્ષણ વ્યવસ્થામાં થોડો ઘણો સુધારો થઈ શકે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More